ભરૂચ પોલીસ દ્વારા સ્પેશ્યલ ઝુંબેશ દરમ્યાન મકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-૧૩૦૯ કેસો કરતી ભરૂચ જિલ્લા પોલીસ
આગામી દિવાળીના તહેવારના અનુસંધાને કોઇ ગંભીર પ્રકારના બનાવો ન બને જે તકેદારીના ભાગરૂપે અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુસર પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓઓ તરફથી ખાસ ઝુંબેશ (Special Drive) રાખેલ હોય જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શનના આધારે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અલગ-અલગ ટીમો બનાવી મકાન ભાડુઆત ચેકીંગ કામગીરી હાથ ધરેલ હતી.સદર ઝુંબેશમાં મકાન માલીકોએ ભાડા કરાર નોંધણી ન કરવાવાળા વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૧૩૦૯ કેસોની કામગીરી ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ