લખપત ખાતે આવેલ મીંઢિયારીમાં ભાઈ જ બન્યો ભાઈના જીવનો દુશ્મન : તીક્ષ્ણ હથિયારના ઘા કરી મોતને ઘાટ ઉતાર્યો

kisspng-stabbing-crime-murder-death-psycho-stab-5ae82c47542fc9.9349171915251651273448

copy image

copy image

લખપત ખાતે આવેલ  મીંઢિયારી ગામમાં 30 વર્ષીય યુવાનની હત્યા કરી દેવામાં આવતા પોલીસે મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ બનાવ અંગે  સિધિક જુસબ સોઢા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદી જ્યારે ખેતર પર હતા, તે દરમ્યાન તેમના ભત્રીજાએ ફોન કરીને હતભાગી યુવાનની લાશ તેના ખેતરમાં પડી હોવા અંગે જાણ કરી હતી. હતભાગી યુવાન ગામના  સીમ વિસ્તારમાં આવેલ ધ્રોસ તળાવના કિનારે આવેલા ખેતરમાં ભાગીદારીમાં ખેતી કરતો હતો. જાણવા મળી રહ્યું છે કે, અગાઉ પરિણીતા સાથે અનૈતિક સંબંધોના કારણે બંને વચ્ચે ઝઘડો થતાં, તેનું મનદુ:ખ રાખી આરોપી શખ્સે તેના ભાઈ અબ્દુલનું ઢીમ ઢાળી દીધું હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવેલ હતું. હતભાગીના પિતા અને ભાઈ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ખેતરની વચ્ચે લોહીલુહાણ હાલતમાં અબ્દુલની લાશ પડી હતી. કોઈ તીક્ષ્ણ હથિયાર વડે તેના ગળાના ભાગે તથા ડાબા ગાલ પર ઊંડા ઘા મારી હત્યા નીપજાવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવની જાણ થતાં જ તુરંત પોલીસને આ મામલે ખબર કરવામાં આવતા પોલીસે આરોપી શખ્સને ગિરફ્તમાં લીધો હતો. પોલીસે આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.