મુંદ્રા અને નખત્રાણા તાલુકાની વાજબી ભાવની ત્રણ દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરાઈ : 688 કિલો અનાજનો જથ્થો કરાયો સીઝ
નખત્રાણામાં 688 કિલો અનાજનો જથ્થો સ્થગિત કરી દેવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા મુંદ્રા અને નખત્રાણા તાલુકાની વાજબી ભાવની ત્રણ દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પુરવઠા વિભાગે 688 કિલો અનાજનો જથ્થો સીઝ કરવા સાથે જે અનાજના જથ્થામાં ઘટ જણાઈ, તેમાં નિયમાનુસાર નોટિસ પાઠવી દંડનીય કાર્યવાહી માટેની પ્રક્રિયા આરંભી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા ખાતે આવેલ વડવા-કાંયાની દુકાનમાં તપાસ કરતાં ઘઉંમાં 241, ચોખામાં 396 અને ખાંડમાં પ1 કિલોની વધ જણાતાં આ તમામ જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. તેમજ મુન્દ્રાની દુકાનમાં ઘઉંમાં 4737, ચોખામાં પ039, મીઠામાં 382, ખાંડમાં 6પપ, તેલમાં 41પ, બાજરીમાં 2009 અને ચણામાં 239 કિલોની ઘટ જણાઈ હતી, તો બેરાજાની દુકાનમાં તપાસણી દરમ્યાન ઘઉંમાં 608, ચોખામાં પ62, ખાંડમાં પ0 અને બાજરીમાં 400 કિલોની ઘટ જણાઈ આવી હતી. પુરવઠા વિભાગના જણાવ્યાનુસાર મુંદરા તાલુકાની બે દુકાનમાં 14,000 કિલો જેટલા અનાજના જથ્થાની ઘટ જણાતાં સંબંધીત દુકાન સંચાલકોને નોટિસ પાઠવી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.