ભુજમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો

image-124
કચ્છના ભુજ શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અનુસંધાને આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રન ફોર યુનિટી કાર્યક્રમ ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સરદાર વલ્લભાઈ પટેલના જન્મદિવસ ૩૧ ઓક્ટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે એકતા અને અખંડિતતાના શપથ લઈને પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સહિત નાગરિકો આર.ડી.વરસાણી હાઈસ્કૂલથી જ્યુબિલી સર્કલ સુધીની દોડમાં સહભાગી થયા હતા. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 
આ રન ફોર યુનિટી કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ રશ્મિબેન સોલંકી, નગરસેવકશ્રી મનુભા જાડેજા, અગ્રણીશ્રી બાલકૃષ્ણ મોતા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, ભુજ મામલતદારશ્રી બી.એન.શાહ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.આર.ઝનકાંત, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. આર.આર.ફૂલમાલી સહિત પદાધિકારીશ્રીઓ, જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.