“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ

જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી સાહેનાઓએ પશ્ચિમ કચ્છ- ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી તથા સુરજભાઇ વેગડાનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મુળરાજભાઇ ગઢવી તથા સુરજભાઇ વેગડાનાઓ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ઇનાયત હસન બ્લોચ રહે. ધવલપાર્ક, માંડવી વાળો પોતાના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાને ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદશી દારૂનો જથ્થોરાખી તેનું વેચાણ કરે છે. અને હાલે તે આ જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ નહિ અને હકીકત વાળી જગ્યાએથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે તમામ મુદ્દામાલ માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લે કી.રૂા. ૪૩,૦૪૫/-)

ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ- ૬૯, કી.રૂા. ૩૯,૩૪૫/-

  • બીયરના ટીન નંગ -૩૭ કી.રૂા. ૩,૭૦૦

:: હાજર નહી મળી આવેલ ઇસમ

  • ઇનાયત હસન બ્લોચ રહે. ધવલપાર્ક, .માંડવી-કચ્છ
  • આરોપીનો ગુનાહીત ઇતિહાસ

માંડવી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૩૪/૨૦૨૦ પ્રોહિ ક.૬૫ (એ)(ઇ),૮૧ મુજબ

  • માંડવી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૨૨૧/૨૦૨૦ પ્રોહિ ક.૬૫ (એ)(એ),૮૧,૯૮(૨) મુજબ
  • માંડવી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૦૩૨/૨૦૨૧ પ્રોહિ ક.૬૫ (એ)(એ),૮૧ મુજબ
  • માંડવી મરીન પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૦૧૨/૨૦૨૨ પ્રોહિ ક.૬૫ (ઇ),૮૧ મુજબ