ભચાઉમાં આખલાએ ઇજા પહોચાડતા 70 વર્ષીય વૃદ્ધાનું મોત

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ભચાઉમાં આખલાએ ઇજા પહોચાડતા 70 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉમાં 26 બંગલોમાં રહેતા ચંપાબેન વેલજી નિસર  નામના 70  વર્ષીય વૃદ્ધા બહાર પાળી પાસે બેઠા હતા. તે સમયે આખલાએ  શીંગડું ભરાવતાં વૃદ્ધા પટકાયા હતા.ત્રણ દિવસ પૂર્વે બનેલા બનાવમાં ગંભીર ઈજાઓ થતાં ભચાઉ, ભુજ, ગાંધીધામ બાદ તેમને તાકીદની સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા.જાણવા મળી રહ્યું છે કે હતભાગી વૃદ્ધાએ ગત દિવસે સાંજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંતિમ શ્વાશ લીધા હતા. ભચાઉમાં અગાઉ પણ એક વૃદ્ધા ઇજાગ્રસ્ત બન્યા બાદ મૃત્યુ પામ્યા હતા. આ બીજો બનાવ બનતાં લોકોમાં ભય ફેલાયો છે.