અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતો યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાયો

અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતો યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો. આ અંગે મળતી વિગતો અનુસાર અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી પસાર થતી જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચાલુ ટ્રેને ચઢવા જતાં ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે એક યુવાન ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ ટ્રેનના પાઇલટને થતાં તેણે ટ્રેન થોભાવી દીધી હતી તો બીજી તરફ રેલવે પોલીસના કર્મચારીઓ અને મુસાફરો દોડી આવ્યા હતા અને યુવાનને સલામત રીતે બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ તપાસ કરતાં યુવાન રેલવેમાં જ સિગ્નલ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા ભેરુરામ ગેહલોત હોવાનું જાણવા મળ્યું છે. તે મધ્યપ્રદેશના સામગઢ ખાતે ફરજ બજાવે છે. યુવાન ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર