માંડવીના એક રહેણાક મકાનમાંથી 43 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
copy image

એલસીબીની ટીમ માંડવી વિસ્તારમાં પેટ્રાલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માંડવીની ધવલ પાર્ક સોસાયટીમાં ઇનાયત હશન બ્લોચ નામાના શખ્સે પોતાના કબજાના મકાનમાં વિદેશી પ્રકારના શરાબનો જથ્થો રાખી વેંચાણ કરી રહ્યો છે અને આ જથ્થો સગેવગે કરવાની ફિરાકમાં છે.મળેલ બાતમીના આધારે પોલીસે બાતમી વાળા સ્થળ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અહીથી અલગ અલગ બ્રાન્ડનો કુલ રૂા. 43,040નો શરાબ હસ્તગત કરવામાં આવેલ હતો. દરોડા દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આરોપી શખ્સને ઝડપી પાડવા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.