ગાંધીધામમાં રહેતા 58 વર્ષીય આધેડ મહિલાનું એસિડ પી લેતા મોત

dead body.0

copy image

copy image

ગાંધીધામમાં રહેતા 58 વર્ષીય આધેડ મહિલાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લેતા તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 29/10ના બન્યો હતો. ગાંધીધામમાં રહેતા 58 વર્ષીય ગંગાબેન ડાયા કોળી નામના મહિલા પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન તેમણે કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. બનાવની જાણ થતાં જ તેમણે તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સરવાર દરમ્યાન તેમનું મોત નીપજયું હતું.