મારવાડા યુવા ફ્રેન્ડ્સ ગ્રુપ તથા અદાણી ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે મીઠાઈ અને કપડાનું વિતરણ કરાયું

નખત્રાણા ખાતે કોટડા,ચત્ર ભુજ, વાદીવિસ્તાર અને મોટી વિરાણીમાં જરૂરિયાતમંદ પરિવારોને મારવાડા યુવા ફ્રેન્ડ્સ ગ્રુપ તથા અદાણી ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે મીઠાઈ અને કપડાનું દર વર્ષેની જેમ આ વર્ષે પણ વિતરણ કરવામાં આવ્યું હતું .ગુજરાતના અલગ અલગ જગ્યા એથી ધંધા રોજગાર માટે કચ્છમાં આવેલા ગરીબ જરૂરિયાતમંદ પરિવારો પણ દિવાળીના પર્વની ઉજવણી કરી શકે તે હેતુથી માનવતાવાદી સત્કાર્યોમાં મારવાડા યુવા ફ્રેન્ડ્સ ગ્રુપના કચ્છી લોક ગાયક કનૈયાલાલ સીજૂ, જયંતભાઈ મારવાડા, કરણભાઈ બુચિયા,નરસિંહભાઈ બૂચિયા, અને સંજયભાઈ બળિયા આ સેવાકીય કાર્યમાં જોડાયા હતા. છેલ્લા ત્રણ વર્ષથી બનેલા મારવાડા ફેન્ડ્સ ગ્રુપ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરાઇ રહી છે. કોરોના કાળ દરમિયાન ટિફિન સેવા,એમ્બ્યુલન્સ સેવા વગેરેની સેવા આપીને મદદ રૂપ બન્યું હતું તેવું મારવાડા યુવા ફ્રેન્ડ્સ ગ્રુપના જયંત મારવાડાની યાદીમાં જણાવ્યું હતું