વાહનનું પૈડું બદલાવતી વપરાતું જેક યમરાજનું શષ્ત્ર પુરવાર થયું
ગાંધીધામ ખાતે આવેલ જવાહરનગર નજીક વાહનનું પૈડું બદલાવતી વેળાએ જેક છટકી જતાં ટ્રોલી નીચે દબાઇ જતાં 43 વર્ષીય શખ્સનું મોત નીપજયું હતું. આ બનાવ ગત દિવસે બપોરના સમયે બન્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ જવાહરનગર નજીક નીલકંઠ પાર્કિંગની બહાર લખનસિંઘ નામનો શખ્સ ટ્રેઇલરમાં જેક લગાડી પૈડું બદલાવી રહ્યો હતો. પૈડું બદલાવી જેક નીચે ઉતારવા જતાં જેક છટકી જતાં ટ્રેઇલરની ટ્રોલી આ શ્રમિક પર પડી હતી આ બનાવમાં આ હતભાગી ટ્રેઈલરની ટ્રોલી નીચે દબાઈ જતાં ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ તેમનું મોત નીપજયું હતું.