અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે વાહનચોરની ધરપકડ કરી

અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે સમય દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, કોસંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચોરી થયેલી ઓટો રીક્ષા નંબર GJ-5-BY-5333ની અંકલેશ્વરના કોસમડી ખાતે રહેતા સુનિલ નાયકે ચોરી કરી હતી. આ આરોપી ભરૂચીનાકા વિસ્તારમાં ફરે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી રીક્ષા ચાલકની ધરપકડ કરી હતી અને તેણે ગઈ તારીખ 4 નવેમ્બર 2024ના રોજ રાત્રિના 11:30 વાગ્યે અંકલેશ્વરથી ટ્રેનમાં બેસી કોસંબા ગયો હતો. ત્યાંથી ચાલતા ચાલતા રેલવે સ્ટેશન નજીકની એક હોસ્પિટલ પાસેથી પાર્ક કરેલી રીક્ષાની ચોરી કરી હતી. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા અનેક ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી વાહન ચોરીના અન્ય સાત ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું હતું.અંક્લેશ્વર શહેર “એ”ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર:- કેતન મહેતા, અંક્લેશ્વર