ભજ શહેર બી ડિવિ પો.સ્ટે.ના સગીર વયની દિકરીના અપહરણ, બળાત્કાર તેમજ પોક્સો એક્ટ મુજબના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને અમદાવાદ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ, પશ્ચિમ કચ્છ ભુજ

બોર્ડર રેન્જ આઇ જી પી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ ફર્લો વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના માણસો પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પોહેડકોન્સ ધર્મેદ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા પો. કોન્સ. બલવંતસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,

ભુજસીટી બી-ડીવીઝન ફગુ.ર.નં ૨૭૫/૨૦૨૦ ઈપીકો ૩૬૩,૩૬૬,૩૭૬(૨) તથા પોક્સો એક્ટ ૩.૪,૫(ખેલ),૬ મુજબના ગુના કામે ધરપકડથી બચવા છેલ્લા પાંચ વર્ષથી નાસતો ફરતો આરોપી વિશાલ મહેન્દ્રકુમાર ઠાકોર (કોળી) રહે. ગોલવાડા, તા. ઇડર જી. સાબરકાંઠા વાળો હાલે અમદવાદ શહેરના સોલા ગામે હાજર હોવાની સચોટ બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ વોચમાં રહી બાતમીવાળો ઇસમ મળી આવતા તેને અમદાવાદ ખાતેથી પકડી પાડી ઉપરોક્ત ગુના કામે સી.આર.પી.સી કલમ ૪૧(૧), (આઇ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજસીટી બી-ડીવીઝન પો. સ્ટે. મા સોપેલ છે.

ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના UC પોલીસ સબ ઈન્સ્પેકટર જે.કે.બારીયા સાથે એ.એસ.આઇ હરીલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા પો.કોન્સ. બલવંતસિંહ જાડેજા તથા ઉપેન્દ્રસિંહ ઝાલા જોડાયેલ હતા