ચોરાઉ બાઈક સાથે એક શખ્સને ઝડપી પાડતી એલસીસીબી ટીમ

copy image

સૂત્રો દ્વારા જણાવા મળી રહ્યું છે કે, મુંદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ બાઈક સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બે માસ પૂર્વે મુંદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ બાઇક સાથે એક સખ્સ નાની તુંબડીમાં આવેલ વરંડામાં હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર જઈ તપાસ હાથ ધરતા ચોરાઉ બાઈક સાથે આરોપી શખ્સને ઝડપી પાડવામાં આવેલ હતો. આ અંગે પૂછતાછ કરતાં તેણે આ બાઇક ચોરી સ્વીકારી હતી. તમામ મુદ્દામાલ હસ્તગત કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પ્રાગપર પોલીસને સોંપવામાં આવેલ છે.