ગાંધીધામમાં 28 વર્ષીય યુવાને પોતાની જાતને આગમાં સોમી

copy image

copy image

ગાંધીધામમાં 28 વર્ષીય યુવાને જીવનનો અંતિમ માર્ગ પસંદ કરી પોતાની જાતને આગમાં સોમી દીધી હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ ખાતે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝૂંપડપટ્ટી, નમક ફેક્ટરી નજીક 28 વર્ષીય નવીન ખોડા ચાવડા નામના યુવાને જાત જલાવી લીધી હતી. ગત તા. 14/10ના રોજ આ યુવાને પોતા પર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી દેતાં તે ગંભીર રીતે દાઝી ગયો હતો. બનાવની જાણ થતાં જ આ યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તેની પાછળનું કારણ જાણવા આગળની વધુ તપાસ આદરી છે.