NO DRUGS IN BHARUCH CAMPAIGN અન્વયે માદક પદાર્થ MD(મેફેડ્રોન)નો કેસ શોધી કાઢી કુલ કિંમત રૂ. ૨૦,૨૨,૫૨૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ તાલુકા પોલીસ
ભરૂચ જીલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુકત પદાર્થોના ખરીદ-વેચાણ અને ફેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરૂધ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ઇન્યાર્જ પોલીસ અધિક્ષક ડૉ.કીશલ ઓઝા ભરૂચનાઓ દ્વારા "NO DRUGS IN BHARUCH CAMPAIGN અન્વયે પરિણામલક્ષી
કામગીરી કરવા આપેલ સુચનાના આધારે નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ ભરૂચ વિભાગ, ભરૂચનાઓએ આપેલ સૂચના અને માર્ગદશન હેઠળ પો.ઇન્સ સુ.પી.ડી.ઝણકાટ ભરૂચ તાલુકા
પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમીના આધારે ગતરોજ ચોક્કસ બાતમીના આધારે દિલ્હી-મુંબઇ એક્સપેક્ષ વે (NE 4) ઉપર વડોદરાથી ભરૂચ તરફ સફેદ કલરની ઇનોવા ગાડી નંબર GJ-16 AV- 1655 માં અમુક ઇસમો શંકાસ્પદ માદક કેફી પદાર્થ લઇ વેચાણ અર્થે હેર-ફેર કરે છે જેથી ચોક્કસ બાતમીના આધારે આરોપીઓ (૧) ઇલ્યાસભાઈ અલીહુસૈન મલેક (૨) અશરફભાઇ બશીરભાઇ ઇદ્રીશભાઇ મુન્શી (૩) હનીફભાઇ અનવરભાઈ વજેસંગભાઇ રાજ, રહે. દેરોલ, નવીનગરી, અંબાજી માતાના મંદીર નજીક, તા.જી.ભરૂચ નાઓ તેઓના કબજા ભોગવટાની ઇનોવા ગાડી નંબર GJ-16 AV-1655 માં ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી નશાકારક Methamphetamine એમ.ડી.ડ્રગ્સ કુલ ૦.૧૮૦ કીલોગ્રામ જે એક ગ્રામની કી.રૂ.૧૦,૦૦૦/- લેખે કુલ ૦.૧૮૦ કીલોગ્રામની કુલ કિંમત રૂ. કી.રૂ.૧૮,૦૦,૦૦૦/- તથા ત્રણ મોબાઇલ ફોનની કિંમત રૂ.૧૫,૦૦૦/- તથા ડીજીટલ વજનકાંટો કી.રૂ.૧૦૦/- તથા આરોપીઓની અંગઝડતીમાંથી મળેલ રૂ.૪૯૨૦/- તથા એક ટાઇટન કંપનીનું ઘડીયાળ કી.રૂ.૨૫૦૦/- તથા ઇનોવા કાર કી.રૂ.૨,૦૦,૦૦૦/-ની ગણી કુલ કી.રૂ.૨૦,૨૨,૫૨૦/- ના મુદ્દામાલ સાથે મોજે દિલ્હી મુંબઇ એક્સપેક્ષ વે (NE4) ઉપર વડોદરાથી ભરૂચ તરફ જવાના રોડ ઉપર કારેલા ગામથી સમની જવાના નવા ઓવરબીજની બિલકુલ નીચે પકડાય જઇ તેમજ નહિ પકડાયેલ આરોપી રઉફ રહે. મુંબઇ મોબાઇલ નંબર-૯૮૮૬૨૮૪૩૬૫ નાએ સદર Methamphetamine ડ્રગ્સ ઇલ્યાસને મંગાવી આપી ગુનો કર્યો તે વિ. બાબતે ધી નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપીક એકટ ૧૯૮૫ ની કલમ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ તપાસની આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓનું નામ
(૧) ઇલ્યાસભાઇ અલીહુસૈન મલેક, ઉ.વ.૩૭, રહે.દેરોલ, નવીનગરી, શાલીમાર સોસાયટી નજીક, તા.જી.ભરૂચ.
(૨)અશરફભાઇ બશીરભાઇ ઇદ્રીશભાઇ મુન્શી, ઉ.વ.૩૧, રહે, દેરોલ, એ/૭૦૩, શાલીમાર સોસાયટી.તા.જી.ભરૂચ.
(૩)હનીકભાઇ અનવરભાઇ વજેસંગભાઇ રાજ, રહે. દેરોલ, નવીનગરી, અંબાજી માતાના મંદીર નજીક,તા.જી.ભરૂચ
વોન્ટેડ આરોપી
(૧) રઉફ રહે. મુંબઇ જેના પુરા નામ-સરનામાની ખબર નથી.
(1) Methamphetamine એમ.ડી. ડ્રગ્સ કુલ ૦.૧૮૦ કીલોગ્રામ એક પ્લા.ની બરણીમાં સીલબંધ કી.રૂ.૧૮,૦૦,000/-
કબજે કરેલ મુદ્દામાલ
(1) Methamphetamine એમ.ડી. ડ્રગ્સ કુલ ૦.૧૮૦ કીલોગ્રામ એક પ્લાસ્ટિકની બરણીમાં સીલબંધ કી.રૂ.૧૮,૦૦,૦૦૦/-
(૨) આરોપીઓની અંગઝડતીમાંથી કબજે કરેલ ત્રણ મોબાઇલ ફોનની કિ.રૂ.૧૫,૦૦૦/-
(૩) ડીઝીટલ વજનકાંટો કી.રૂ.૧૦૦/-
(૪) આરોપીઓની અંગઝડતીમાંથી મળેલ રોકડા રૂ.૪૯૨૦/-
(૫) એક ટાઇટન કંપનીનું ધડીયાળ નં-૧ કી.રૂ.૨૫૦૦/-
(૬) ઇનોવા કાર કી.રૂ.૨,૦૦,૦૦૦/- ની ગણી કુલ કી.રૂ.૨૦,૨૨,૫૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ