બાળત્કારના જેવા ગંભીર ગુનો આચરનાર આરોપી શખ્સને પાંચ વર્ષ બાદ અમદાવાદ ખાતેથી ઝડપાયો
ભુજમાં બળાત્કાર જેવા ગંભીર ગુનો આચરનાર આરોપી શખ્સને પાંચ વર્ષ બાદ પકડાવવામાં આવ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગત વર્ષ 2020માં ભુજ બી-ડિવિઝન પોલીસ મથકે સગીરાનું અપહરણ કરી બળાત્કાર અંગેનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાકામેનો આરોપી શખ્સ છેલ્લા પાંચ વર્ષથી નાસતો-ફરતો હતો, જેને પશ્ચિમ કચ્છની પેરોલ ર્ફ્લો સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ પશ્ચિમ કચ્છની પેરોલ ર્ફ્લો સ્ક્વોડની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ બળાત્કાર કેસમાં સામેલ અને છેલ્લા પાંચ વર્ષથી નાસ્તો ફરતો આરોપી શખ્સ હાલમાં અમદાવાદના સોલામાં હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી આરોપી શખ્સને ઝડપી પાડ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે, આગળની કાયદેસરની કાર્યવાહી કરવા પકડાયેલ આરોપી શખ્સને ભુજ બી-ડિવિઝનને સોંપવામાં આવેલ છે.