પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં થયો જોરદાર બોમ્બ બ્લાસ્ટ : 20ના મોત 30થી વધુ લોકો ઘાયલ 

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે કે, પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હોવાને ઘટના સામે આવી રહી છે. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે. આ બોમ્બ બ્લાસ્ટ બલૂચિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પાસે થયો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા જ રેલવે સ્ટેશનની બુકિંગ ઓફિસમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સમયે સ્ટેશન પર ભીડ સામાન્ય હતી. આમ છતાં વધુ જાનહાનિનો ખતરો છે. વિસ્ફોટની માહિતી મળતા જ તાત્કાલિક પોલીસ અને બચાવકર્મીઓ વિસ્ફોટના સ્થળે પહોંચી ગયા હતા.   જાણવા મળી રહયું છે કે, જાફર એક્સપ્રેસ સવારે 9 વાગ્યે પેશાવર જવા રવાના થવાની હતી.   જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી ન હતી. વિસ્ફોટમાં મૃત્યુઆંક વધી શકે છે કારણ કે ઘાયલ બનેલ લોકોમાં ઘણા બધા લોકોની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે.