ભચાઉ ખાતે આવેલ લાકડિયાના સીમ વિસ્તારમાંથી થયેલ ચોરીના આરોપી પકડાયા બાદ નોંધાઈ ફરિયાદ

copy image

copy image

  ભચાઉ ખાતે આવેલ લાકડિયાના સીમ વિસ્તારમાંથી થયેલ ચોરીના આરોપી પકડાયા બાદ ચોરી થયાનું ધ્યાને આવતાં ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ લાકડિયા સીમમાં ખરતાળાવાંઢમાં જીએસઇસીએલ સોલાર પ્રોજેક્ટનું સંચાલન કરતી માધવ ઇન્ફ્રા પ્રોજેક્ટ લિ.ના વાડામાંથી વાયર, લોખંડનો ભંગાર મળી રૂા. 1,90,374ના મુદ્દામાલની તસ્કરી કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ ગુના કામેના આરોપી શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા બાદ આ ચોરીનો બનાવ સામે આવેલ હતો. બાદમાં  આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.