ભુજ ખાતે આવેલ ચપરેડી-અટલનગર વાડી વિસ્તારમાં બોલેરો ગાડી નીચે આવી જતાં એક વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો

24-8-acc

copy image

copy image

  ભુજ ખાતે આવેલ ચપરેડી-અટલનગર વાડી વિસ્તારમાં બોલેરો ગાડી નીચે આવી જતાં એક વર્ષની માસૂમ બાળકીનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે હતભાગી બાળકીના પિતા દ્વારા બોલેરો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી અને તેનો પરિવાર વાડી વિસ્તાર નારાણભાઇ ભુડિયાની વાડીમાં શાકભાજીના ખેતરમાં મજૂરી કરવા ગયેલ હતા તે દરમ્યાન બપોરે 1.30 વાગ્યાના સમયે શાકભાજી ભરેલો બોલેરો  નીકળતાં આગળ રસ્તામાં સૂતેલી તેમની દીકરી રાજેશ્વરી પર ટાયર ફરી વળતાં ગંભીર રીતે ઘાયલ થઇ હતી.બનાવમાં ગંભીર રીતે ઘાયલ થયેલ બાળકીને સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.