માંડવી ખાતે આવેલ ફરાદીમાંથી 1.69 લાખના મુદ્દામાલ સાથે પાંચ ખેલીઓ પોલીસ ઝડપાયા
માંડવી ખાતે આવેલ ફરાદીમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓને રોકડ સહિત કુલ 1.69 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પોલીસે પાડયા હતા. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, રાહુલ બાબુલાલ રાજગોર નામના શખ્સના રહેણાકની બાજુમાં ખુલ્લા વરંડામાં જાહેર જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે એલસીબીએ હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડા રૂા. 34,100 સહિત કુલ રૂા. 1,69,100નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સો વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.