“કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી (ખનીજ) ભરેલ બે ટ્રેકટરને પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પશ્ચિમ કચ્છ-ભુજ”
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઇ વેગડા તથા મુળરાજભાઇ ગઢવીનાઓ કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બીદડા – મોટા ભાડીયા રોડ બાજુ કેનાલ પાસે બે ટ્રેક્ટર (૧) આઇસર કંપનીનુ ટ્રેક્ટર જેના રજી નં. GJ 12 FB 4898 તથા ટ્રોલી રજી.નં. GJ 12 BY 8402 તથા (૨) મહિન્દ્રા કંપનીનુ ટ્રેક્ટર જેના રજી નં. GJ 12 BR 3714 ટ્રોલી સાથે આવતા તેને ઉભા રખાવી ચેક કરતા આઇસર કંપનીના ટ્રેક્ટરમાં રેતી (ખનીજ) આશરે ત્રન ટન ભરેલ તથા મહિન્દ્રા કંપનીના ટ્રેક્ટરમાં રેતી (ખનીજ) આશરે બે ટન ભરેલ હોય જેથી ટ્રક ચાલક (૧) મયુર જયરાજ સંઘાર રહે. પીપળી વાડી વિસ્તાર, પીપળી તા.માંડવી તથા (૨) ભાણજી દેવા સંઘાર રહે. મફતનગર, બીદડા તા.માંડવી વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહનો ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી બંને ટ્રેક્ટર કોડાય પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.