ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં રહેનાર 35 વર્ષીય પોલીસ હેડ કોન્સ્ટેબલનો આપઘાત
copy image

ગાંધીધામ ખાતે આવેલ અંતરજાળમાં રહેનાર 35 વર્ષીય પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રપાલસિંહ કનકસિંહ જાડેજાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લેતા શોકની લાગણી ફેલાઈ હતી. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવતા ચંદ્રપાલસિંહ કનકસિંહએ ગત રાત્રીના સમયે આ અંતિમ પગલું ભર્યું હતું. આ પોલીસ કર્મચારી અંતરજાળની જલારામ સોસાયટીમાં રહેતા હતા. ગત દિવસે સાંજે પોતાના ઘરે ગયા ત્યાર બાદ તેમણે કોઈ અગમ્ય કારણોસર પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. તેમણે કયા કારણોસર અંતિમ પગલું ભર્યું તે વિશેની વધુ તપાસ પોલીસે આદરી છે.