દારૂડિયાઓ બની ચૂક્યા છે બેફામ : ગાંધીધામ શહેરના રેલવે પોલીસ મથકમાં પીધેલો ઘૂસી આવતા ધરપકડ
હવે તો દારૂડિયાઓની હિંમત દિન પ્રતિ દિન વધી રહી છે, તેમણે કોઈ કાયદા કાનૂનનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે છે ત્યારે આવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં ગાંધીધામ શહેરના રેલવે પોલીસ મથકમાં પીધેલો એક શખ્સ ઘુસી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે બપોરના સમયે રેલવે પોલીસ મથકમા પોલીસ કર્મીઓ હાજર હતા તે દરમ્યાન મનોજ ડાયા પ્રજાપતી નામનો શખ્સ લથડીયા ખાતો અંદર ઘુસ્યો હતો અને પી.એસ.આઇ.ની ચેમ્બરમાં જવાની કોશીષ કરતા કર્મીઓએ કોને મળવું છે. તેવું પૂછી તેની પાસે જતાં આ શખ્સ પીધેલો હોવાનું સામે આવતું હતું. બ્રેથ એનલાઇઝરથી તેની તપાસ કરાવી આ શખ્સ પીધેલો હોવાથી તેની અટક કરવામાં આવી હતી. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.