ગાંધીધામ ખાતે આવેલ વર્કશોપમાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ૧૫ કાર બળીને ખાખ : દુકાનદારને અઢી કરોડનું નુકસાન

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ટાટા વર્કશોપમાં આગ ભભૂકી ઉઠતા ૧૫ કાર સળગીને ભષ્મ થઈ. આ મામલે સૂત્રો દ્વારા વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. ૮/૧૧ ના રોજ સાંજના સમયે બન્યો હતો. વધુમાં મળતી માહિતી મુજબ આ સ્થળ પર આગ લાગ્યા બાદ થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેથી લોકોમાં ધોડદામ મચી હતી. આ ઘટના ની જાણ અગ્નિસમન દળને કરવામાં આવતા તેઓ તાત્કાલિત ઘટના સ્થળે પોચી આવ્યા હતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા તેને કાબુમાં લેવા ૩ કલાક જેટલો સમય લાગયો હતો.જાણવા મળી રહ્યું છે કે, આ ઘટનામાં દુકાનદારને અઢી કરોડનું નુકસાન છે. પરંતુ કોઈ જાનહાની થઇ ન હતી. આ બનાવ પાછળનું કારણ જાણવા માટે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે