મુંદ્રા ખાતે આવેલ ગુંદાલાની હાઇસ્કૂલમાંથી એક કોમ્પ્યુટર સેટની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ

copy image

copy image

  મુંદ્રા ખાતે આવેલ ગુંદાલાની હાઇસ્કૂલમાંથી એક કોમ્પ્યુટર સેટની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ  આ બનાવ અંગે  ગુંદાલાની એમ.આર.આર. હાઇસ્કૂલના આચાર્ય ચતુરસિંહ ટપુભા જાડેજા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે લાયબ્રેરી રૂમનું તાળું તૂટેલી હાલતમાં જણાતા તેમણે તથા કલાર્કે તપાસતા બધી વસ્તુ જેમની તેમ જોવા મળી હતી અને અન્ય રૂમો જોતાં કોમ્પ્યુટર રૂમ તથા રમત-ગમત રૂમના દરવાજાનો નકૂચો તૂટેલો હતો.ઉપરાંત રમત ગમતના રૂમનો સામાન વેર-વિખેર હાલમાં જોવા મળ્યો હતો. જ્યારે કોમ્પ્યુટર રૂમમાં દરવાજા પાસે રાખેલો કોમ્પ્યુટર સેટ કેબલો સહિત ગુમ જણાયું હતું. આ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.