ગાંધીધામ ખાતે આવેલ ખારી રોહર નજીક સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં બાઈકચાલકનું ઘટના સ્થળે જ મોત

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ખારી રોહર નજીક જીવલેણ અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇક ચાલકને હડફેટમાં લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 10-11ના સવારના સમયે આ અકસ્માત સર્જાયો હતો. ખારી રોહરમાં રહેનાર ઇમરાન નામનો યુવાન કંડલાની એલ.પી.જી. કંપનીમાં કામ કરતો હતો. તે કંપનીમાં રાત્રે નોકરી કરી સવારે બાઇક લઇને પરત ઘરે જઇ રહ્યો હતો. તે દરમ્યાન વળાંક નજીક કોઇ અજાણ્યા વાહને તેની બાઇકને હડફેટમાં લેતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. જેમાં આ યુવાન નીચે પટકાયો અને તોતિંગ વાહનનાં પૈડાં હતભાગી યુવાનના માથાં પરથી ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.આ મામલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.