કારખાનાંમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં પાંચ વર્ષીય માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો

copy image

copy image

ભચાઉ ખાતે આવેલ કારખાનાંમાં પાણીના ટાંકામાં ડૂબી જતાં પાંચ વર્ષીય માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  ભચાઉ તાલુકાનાં વાદીનગરમાં આવેલા કારખાનાંમાં ગત દિવસે સવારના સમયે 5 વર્ષીય  ધનીશા નામની બાળકી રમી રહી હતી તે સમયે કોઈ કારણે પાણીના ટાંકામાં પડી જતાં ડૂબી જવાથી આ માસૂમ બાળકીનું મૃત્યુ થયું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.