મુન્દ્રામાં છુટાછેડાનો કેસ લડતા યુવાને ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
મુન્દ્રામાં છુટાછેડાનો કેસ લડતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવ અંગે મૃતકના ભાઈ દ્વારા પોલીસ મથકે નોંધ કરવામાં આવેલ છે. હતભાઈ યુવાનના ભાઈના જણાવ્યા અનુસાર ફરિયાદીનો સગો મોટો ભાઇ નિખિલ મુન્દ્રાના અંબિકા નગરમાં રહેતો હતો. ગત તા. 10-11ના રોજ મૃતક યુવાન નિખિલ તેના ઘરે હાજર હતો. નિખિલ અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ ચાલુમાં હોતા તેણે કોઈ અગમ્ય કારણોસર ગત તા. 10-11ના બપોરથી રાતના સમય સુધીના સમયગાળામાં પંખામાં ચુંદડી બાંધીને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.