દારૂ ભરેલ કારની ડીલવરી કરવા જઈ રહેલા બે બુટલેગરોની રૂ.3 લાખના મુદ્દામાલ સાથે કરાઈ ધરપકડ
દારૂ ભરેલ કારની ડીલવરી કરવા જઈ રહેલા બે બુટલેગરોને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ મામલે સૂત્રોનું કહેવું છે કે, જુનાગઢ ક્રાઈમ બ્રાન્ચને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બે બુટલેગર મધ્ય પ્રદેશથી એક કારમાં દારૂ ભરીને જુનાગઢ દાતાર રોડ પરથી આવી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસની ટીમ બાતમી વાળ સ્થળ પર વોચ ગોઠવીને બેઠી હતી. જાણવા મળી રહ્યું છે કે બાતમી વાળી કાર આવતા પોલીસે તેનો રોકવાનો પ્રયત્ન કરતા કાર ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.બાદમાં પોલીસે તે કારનો પીછો કરી આરોપી શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે કારની તપાસ હાથ ધરતા કારમાંથી દારૂ ન મળતા બંને બુટલેગરોની પોલીસે આગવી ઢબે પૂછપરછ કારવામાં આવેલ હતી. ત્યારે બંને બુટલેગરોએ કારમાં ચોરખાનું બનાવી મધ્ય પ્રદેશથી દારૂ લાવ્યા હોવાની સર્વે હકીકત સ્વીકારી હતી. સૂત્રો જણાવી રહ્યા છે કે, આ બુટલેગરોએ પોલીસ થી બચવા કારની ડેકીમાં સ્પેર વ્હીલ રાખવાની જગ્યામાં પતરાની પેટી બનાવી તેમાં મધ્યપ્રદેશથી 334 નંગ ઇંગ્લિશ દારૂના ચપટા ચોરવાડ ગામે રહેતા એક શખ્સને પહોંચાડવાના હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે ચોર ખાનામાંથી 334 નંગ ઇંગ્લિશ દારૂના ચપટા જેની કિંમત રૂ. 80,100 સહિત કુલ 3,00,160 નો મુદ્દામાલ હસ્તગત કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.