રણોત્સવ માટે ભુજ-ધોરડો બસને અપાઈ હરી ઝંડી
copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે વિશ્વને સફેદ રણની ઓળખ કરાવતા રણ મહોત્સવનો આરંભ થવાની સાથો સાથ જ કચ્છમાં દેશ-વિદેશના પ્રવાસીઓનું આગમન પણ શરૂ થઈ ગયું છે. ત્યારે ટેન્ટ બુકિંગ સિવાય સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા સાચવવા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા ખાસ ભુજથી ધોરડો સુધીની બસ સેવાની શરૂઆત કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામકની એક યાદીમાં જણાવાયા અનુસાર જિલ્લા કલેક્ટરની સૂચના તથા તેમની સાથે પરામર્શ કરાયા બાદ આ સેવાનો આરંભ કરવામાં આવ્યો છે. ભુજથી ધોરડો જવા સવારના 8.30, બપોરના એક તથા 2.30 વાગ્યે બસ રવાના થશે. એ જ રીતે ધોરડોથી પરત ભુજ આવવા માટે સવારના 11.15, સાંજે છ તથા સાત વાગ્યે બસ ઉપડશે.