ભચાઉ નજીક માર્ગ અકસ્માતમાં 25 વર્ષીય યુવાનએ જીવ ગુમાવ્યો
copy image

ભચાઉ નજીક માર્ગ અકસ્માતમાં 25 વર્ષીય યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ અકસ્માત ભચાઉ નજીક ચોપડવા પાસે ઓવરબ્રિજ ઉપર સર્જાયો હતો. અંકુર કંપનીમાં કામ કરનાર ફરિયાદી ગણેશ મીઠાલાલ રંજાણી તથા હરિશ્ચંદ્ર બાઇક લઇને ગેસની બોટલ ભરાવવા ભચાઉ ગયેલ હતા. ત્યાંથી બોટલ ભરાવીને પરત આવતા સમયે ચાલક હરિશ્ચંદ્ર પાસેથી બાઇક સ્લીપ થઇ જતાં બંને યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જાણવા મળી રહ્યું છે કે બાઇક ચાલકને પ્રથમ ભચાઉ, ભુજ અને પછી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.