ગૃહિણીઓનું બજેટ ખોરવાયું : ડુંગળી-બટાટા અને લસણના ભાવમાં થયો વધારો

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગૃહિણીઓ માટે ખાસ ખબર!   બહોળા પ્રમાણમાં વપરાતા બટેટા, ડુંગળી, લસણના ભાવોમાં વધારો થ્કયો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ 20થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવની મર્યાદામાં પોષણક્ષમ ભાવની ડુંગળીના વર્તમાન રિટેઈલ ભાવ રૂા. 60થી 70 સુધી પહોંચી ચૂક્યા છે. બટેટા 20ના બદલે 40ના તો લસણ 60થી 80ના ભાવની સપાટીથી ડાયરેકટ કૂદકો મારી વર્તમાન રૂા. 300થી 320ના ભાવે પહોંચી ચૂક્યા છે. આ મામલે વધુમાં જાણવા મળી રહ્યું છે કે ડુંગળીના જૂના માલ બજારમાં આવક પૂરી થતાં કાઠિયાવાડ તરફના નવા માલોના વરસાદથી ધોવાણના કારણે આવક થઇ ન હોવાનું સામે આવ્યું છે. નાસિકની આવકો પણ એક માસમાં શરૂ થશે. બટેટાની આવક પણ એક માસમાં શરૂ થતાં ભાવમાં ઘટાડો જોવા મળશે. ત્યાં સુધી ભાવ ઘટાડો  શક્ય ન હોય તેવું લાગી રહ્યું છે.