વર્ષો પહેલા કનૈયાબેમાં જુગારનો દરોડો પાડવા ગયેલ એલસીબી પર 35 આરોપી શખ્સો દ્વારા જાન લેવા હુમલો કરવાના કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર

copy image

copy image

વર્ષો પહેલા કનૈયાબેમાં જુગારનો દરોડો પાડવા ગયેલ એલસીબી પર 35 આરોપી શખ્સો દ્વારા જાન લેવા હુમલો કરવામાં આવેલ હતો જે કેસના તમામ આરોપીઓને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગત તા. 12-3-13ના ભુજ તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ અનુસાર કનૈયાબેના વરંડામાં ધાણીપાસાનો જુગાર રમાતો હોવાની પૂર્વ બાતમીના આધારે દરોડા પાડતાં છ શખ્સોને ઝડપી પાડવામાં આવેલ હતા. આ પકડાયેલા આરોપીઓને પોલીસના કબ્જામાથી છોડાવા ટોળાંએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો તેમજ કુહાડીથી ફરિયાદીના માથાં પર ઘા કરતાં તે નીચે બેસી જતાં કારમાં વાગતાં કારનું પતરું કપાઇ ગયું હતું. જાણવા મળી રહ્યું છે કે, આ કેસના ફરિયાદી તથા સાહેદોને લાકડી-ધોકાથી હુમલો કરી પકડાયેલા છ જુગારના આરોપીઓને પોલીસના કબ્જામાંથી લઇ ગયેલ હતા. આ કેસના 35 આરોપીઓ ગુનો નોંધી તેઓની ધરપકડ કરી ચાર્જશીટ કરાઈ હતી. 11 વર્ષ જૂના આ કેસ અધિક સેશન્સની અદાલતમાં જતાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 35 આરોપીને નિર્દોષ મુક્ત હુકમ કર્યો છે.