વાંકાનેર ખાતે આવેલ પાડધરા નજીકથી દારૂ ભરેલ ઇકો ગાડી સાથે એક શખ્સ ઝડપાયો : 500 લિટર દેશી દારૂનો જથ્થો જપ્ત
વાંકાનેર ખાતે આવેલ પાડધરા નજીકથી દારૂ ભરેલ ઇકો ગાડી સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ વાંકાનેર પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન પાડધરા નજીકથી એક ઇકો ગાડીને રોકાવી અને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન કુલ કિ રૂ.1 લાખનો 500 લિટર દેશી દારૂનો જથ્થો નીકળી પડ્યો હતો. પોલીસે દારૂ સહિત કુલ 4 લાખનો મુદ્દામાલ હસ્તગત કરી આરોપી શખ્સની અટક કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.