ભુજ ખાતે આવેલ નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા ભુજના બે કિશોર ગુમ થતાં પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાઈ
ભુજ ખાતે આવેલ નાના વરનોરાના મદરેસામાં અભ્યાસ કરતા ભુજના બે કિશોર ગુમ થતાં પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતો મુજબ આ મામલે સલીમ દાઉદભાઇ કુંભાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર તેમનો 15 વર્ષનો દીકરો હરસાન નાના વરનોરાના જામિયા મોહંમદમિયા સલ્ફીયા મદ્રેસામાં અભ્યાસ કરે છે. ગત તા. 9/11ના બપોરથી તે તથા તેની સાથે અભ્યાસ કરતો ભુજનો 14 વર્ષીય કિશોર ઇરફાન ગુમ થતાં બે દિવસ પૂર્વે ગુમનોંધ કરવવામાં આવેલ હતી, જેનો કોઇ અતોપત્તો ન મળતાં અપહરણ કર્યાની ફરિયાદ નોંધાવવામાં છે.જાણવા મળી રહ્યું છે કે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આ બંને કિશોરની તપાસ શરૂ કરી દીધી છે તેમજ આ બંને કિશોરની કોઇને જાણ થાય તો માધાપર પોલીસ મથક અથવા વાલીના મો.નં. 99256 25277, 97265 22738નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.