“NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાના જથ્થો ઝડપી પાડતી એસ.ઓ.જી.ગાંધીધામ

માનપોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ.,સરહદી રેન્જ ભુજકચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ-,ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં “NO DRUGS IN EAST KUTCH CAMPAIGN” અંતર્ગત ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,વેપારની પ્રવૃતિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસો શોધી કાઢવા મળેલ સુચના આધારે એસ.ઓ.જી. તથા અંજાર પોલીસ સ્ટાફને ખાનગી બાતમી હડીકત મળેક ડે, અંજાર વિસ્તારમાં આવેલ આંબેડકરનગર તળાવની બાજુમાં સિનુગ્રા તા.અંજાર ખાતે મહમદહાજી મહમદહુસેન સૈયદ પોતાના ડબ્જા ભોગવટાના મકાનમાં ગે.કા.માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કરેલ હોય જેથી સદરહુ જગ્યાએ રેઈડ દરમ્યાન તપાસ ક૨તા મજકુરના કબ્જા ભોગવટાના મકાનના ફળીયામાંથી માદક પદાર્થ ગાંજાના નાના મોટા છોડ નંગ-૩૮ તથા એક કાળા કલરના પ્લાસ્ટીકના ઝબલામાંથી સુકા જેવા ડાળખા, પાંદડા તથા બી ૫૫૧ ગ્રામ જેટલો મુદ્દામાલ મજકુરે ગે.કા રીતે રાખી હાજર ન મળી આવી ગુન્હો કરેલ હોય જેથી મજકુર વિરૂધ્ધ એન.ડી.પી.એસ.એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.

હાજર ન મળી આવેલ આરોપી:-

મહમદહાજી મહમદહુસેન સૈયદ રહે.દેવડીયાનાકા જાગરીયા ફળીયુ અંજાર

પકડાયેલ મુદ્દામાલની વિગત :-

(૧) ગાંજાના લીલા છોડ તથા સુકો નંગ-૩૮ વજન ૧૫.૭૦૦ કિ.રૂ.૧,૫૭,૦૦૦/-

(૨) માદક પદાર્થ ગાંજો વજન ૫૫૧ ગ્રામ કિ.રૂ.૫,૧૧૦/-

(3) એક વજનકાંટો કિ.રૂ.૧૦૦૦/-

(૪) વિમલનો થેલો કિ.રૂ.00/00

(૫) એક આરોપીના નામના આધારકાર્ડની નકલ કિં રૂ.00/00

ડુલ કિ.રૂા.૧,૬૩,૫૧૦/-નો મુદ્દામાલ

ઉપરોકત કામગીરીમાં એસ.ઓ.જી. પો.ઈન્સ. ડી.ડી.ઝાલા તથા પો.સ.ઈ. વી.પી.આહીર તથા એસ.ઓ.જી. તથા અંજાર પોલીસ સ્ટાફ જોડાયેલ હતો.