કચ્છી હીર ઝળક્યું : ભુજના પૂર્વ ભટ્ટની ગુજરાત (નેશનલ) ક્રીકેટ ટીમમાં પસંદગી
સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયાના નેજા હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા ગુજરાત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ-એસએજી દ્વારા પોરબંદર દુલીપ ક્રીકેટ ગ્રાઉન્ડ મધ્યે આયોજીત (અન્ડર-૧૭)ની રાજયકક્ષાની પસંદગી નેટમાં પૂર્વ ભટ્ટએ મેળવ્યું માનભેર સ્થાન : કચ્છ ડીસ્ટ્રીકટ રૂરલ ક્રીકેટ એસોસીએસશન-સ્પીડી ક્રીકેટ એકેડેમી-ભુજ, આર્મી પબ્લીક સ્કુલ ઓફ ભુજ- બ્રહ્મસમાજ તથા ભટ્ટ પરીવારના ગૌરવ સમાન પૂર્વ ભટ્ટ પર ઠેર-ઠેરથી થતી અભિનંદન વર્ષા
નોધનીય છે કે, બહુમુખી પ્રતિભા ધરાવે છે પૂર્વ ભટ્ટ : ક્રીકેટ ઉપરાંત સંગીત-સંસકૃત શ્લેાક પઠનમાં પણ ઝળકાવી ચૂકયો છે બહ્મતેજ : ક્રીકેટ ક્ષેત્રમાં સ્કુલગેઈમ્સમાં અન્ડર ૧૪માં(નેશનલ-રાષ્ટ્રીય કક્ષાએ હીર ઝળકાવ્યા બાદ) ચાલુ વરસે ફરીથી અન્ડર ૧૭ સ્કુલ ગેઈમ્સમાં પણ નેશનલ(રાષ્ટ્રીય)સ્પર્ધા માટે ફરીથી કચ્છનો વગાડયો છે ડંકો :રાજયકક્ષાની ખાનગી લીગ સ્પર્ધામાં કૌવત દાખવ્યું, તો કચ્છ ડીસ્ટ્રીકટ રૂરલ ક્રીકેટ એસો.ની અન્ડર-૧૪ની ટીમમાં કપ્તાનપદે પુરૂ પાડયું છે સફળ નેતૃત્વ
ગાંધીધામ : સ્કુલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડીયાના નેજા હેઠળ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા ગુજરાત યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ-એસએજી દ્વારા આયોજીત (અન્ડર-૧૭)ની ગુજરાત (રાષ્ટ્રીય)ની ક્રીકેટ ટીમાં ભુજના પૂર્વ આનંદકુમાર ભટ્ટની દબદબાભેર પસંદગી થવા પામી છે. વિશ્વ વિખ્યાત દુલીપ ક્રીકેટ ગ્રાઉન્ડ પોરબંદર ખાતે તાજેતરમાં જ એસએજી (સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત) આયોજીત અન્ડર-૧૭નું રાજયકક્ષાની ટીમની પસંદગી નેટ તા. ૭થી ૯ સુધી ત્રણ દીવસના અલગ અલગ સેશનમાં યોજાવવા પામી હતી. રાજયના ૩૩ જિલ્લાઓમાંથી આવેલા ખેલાડીઓએ અહી પોતાનું કૌવત દાખવ્યુ હતુ. પોરબંદર ડીએસઓ શ્રીમતી પ્રવીણાબેનના માર્ગદૃશન તથા એસએજીના સિનિયર ક્રીકેટ કોચ મહીપાલસિંહની દેખરેખ હેઠળ ત્રિદીવસીય પસંદગી નેટમાં અંદાજીત ૩૦૦ જેટલા ખેલાડીઓએ નિયમોનુસાર ભાગ લીધો હતો. જેમાથી તા.૯મીએ જાહેર થયેલા પરીણામોમાં પૂર્વ કચ્છના કેડીઆરસીએ એસો. સાથે સંકળાયેલા અને ભુજની સ્પીડી એકેડમીમાં તથા સ્વ.દાદા રસીકભાઈ ભટ્ટ પાસેથી ક્રીકેટનુ પદ્વતિસરનુ જ્ઞાન મેળવનાર પૂર્વ આનંદકુમાર ભટ્ટની પણ પસંદગી થતા કચ્છી હીર ઝળકતા જિલ્લાના ક્રીકેટ જગતે પણ આ સિદ્ધીને ઉમળકાભેર વધાવી લીધી છે. અન્ડર-૧૪ તથા અન્ડર ૧૭માંથી કચ્છમાંથી રાજયકક્ષાની નેટમાં ગયેલા ખેલાડીઓમાંથી ચાલુ વરસે એકમાત્ર પૂર્વ ભટ્ટની જ પસંદગી થવા પામી છે.
નોંધનીય છે કે, પૂર્વ ભટ્ટના દાદા શ્રી રસીકભાઈ ભટ્ટ સારા ક્રીકેટર ઉપરાંત એક અચ્છા રમતવીરની આગવી નામના ધરાવી રહ્યા છે,અને કાકા મુકેશ ભટ્ટ પણ ઈંગ્લેન્ડ કાઉન્ટી ક્રીકેટમાં અવનવા વિક્રમો સર્જી અને કચ્છ-ગુજરાત-ભારતનું નામ વિદેશથી ધરતી પર વખતોવખત રોશન કરતા રહ્યા છે. હવે પૂર્વ ભટ્ટે પણ દાદા અને કાકાના પંથે ચાલીને કલ આજ ઓર કલની ઉકિતને ક્રીકેટ ક્ષેત્રની કચ્છની યશકલગીમાં વધુ એક વખત સાર્થક કરી દેખાડી છે.આગામી સમયમાં સ્કુલ ફેડરેશન ઓફ ઈન્ડીયા વતીથી આયોજીત એસએજીની નેશનલ કક્ષાની સ્પર્ધાઓ માટે આંતરરાજય ટીમો વચ્ચે મેચો યોજાનારી છે તે પહેલા ગુજરાત કક્ષાનો રાજયસ્તરની ટીમનો પ્રેકટીશ કેમ્પ યોજાશે અને તેમાં ભુજનો પૂર્વ ભટ્ટ કચ્છનુ પ્રતિનિધિત્વ કરશે.પૂર્વએ મેળવેલી સિદ્ધી બદલ તેને કચ્છ જિલ્લાના રમતગમત અધિકારી શ્રીમુકેશ ગોયા, શ્રી ગંગારામભાઈ ભાનુશાલી, કચ્છ જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રીમતી જયોતિ ઠાકુર, કચ્છ ડીસ્ટ્રીકટ રૂરલ ક્રીકેટ એસો.ના પ્રમુખ શ્રી ચંદ્રશેખરભાઈ અયાચી, સેક્રેટરી શ્રી શરદભાઈ શેટી, માજી રણજી ટ્રોફી પ્લેયર અને કેડીઆરસીએના પૂૃર્વ ચીફ સિલેકટર શ્રી રવિન્દ્રભાઈ આચાર્ય, પૂર્વ ઈન્ડીયન ક્રીકેટર અને એસએજીના માજી સિનિયર કોચ શ્રી અનિલ ઠકરાર, સ્પીડી એકેડમી ભુજના મુકેશભાઈ ગોર-ધવલભાઈ ગુંસાઈ, શાલિનભાઈ મહેતા, આર્મી પબ્લીક સ્કુલ ભુજના પ્રીન્સીપાલ શ્રી જીતેન્દ્ર ખેમચંદ, સ્પોર્ટસ ટીચર કિશન બિજલાણી, વંદનાબેન ભુડીયા, અને સમગ્ર સ્ટાફગણ તથા અધિકારીઓ વતીથી ખુબ ખુબ અભિનંદન પાઠવાવમાં આવ્યા છે.
અહી યાદ અપાવવું રહ્યું કે, આ પહેલા પણ સ્કુલ ગેઈમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા દ્વારા આયોજીત અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત અન્ડર ૧૪ ક્રીકેટ સ્પધા ર૦ર૩માં કચ્છ જિલ્લાના પાંચ ટોર્પસમાં સ્થાન મેળવી, અમદાવાદ અસદ અલી ક્રીકેટ એકેડમી-બોપલ ખાતે રાજયકક્ષાની પસંદગી નેટમાં ભાગ લઈ અને રાષ્ટ્રીય ક્રીકેટ ટીમના પસંદગી પાત્ર ખેલાડીઓમાં સ્થાન અંકિત કરી અને ગુજરાતનુ પ્રતિનિધત્વ નેશનલ(રાષ્ટ્રીય)કક્ષાની સ્પર્ધા માટે પોતાની મજબુત દાવેદારી પુરવાર કરી દીધી હતી. આ ઉપરાંત પણ કચ્છ ડીસ્ટ્રીકટ રૂરલ ક્રીકેટ એસોસએશનની અન્ડર -૧૪ની વર્ષ ર૦રર-ર૩ની ટીમના કપ્તાન રૂપે સૌરાષ્ટ્ર ક્રીકેટ એસો.આયોજીત ઈન્ટર ડીસ્ટ્રીકટ ટુર્નામેન્ટમા ટીમને કવાર્ટર ફાઈનલ સુધી લઈ જવામાં ચાવીરૂપ ભૂમિકાઓ ભજવેલ છે. સાથોસાથ જ બોર્ડ ઓફ ઈન્ડીયા અને નીંબલ સ્પોર્ટસ એન્ડ ઈવેન્ટ પ્રા.લી. દ્વારા આયોજીત વાયએસસીએલ-યંગ સ્ટાર ક્રીકેટ લીગની દેશના ર૩ રાજયો વચ્ચે ખેલાયલી રાજય કક્ષાની અમદાવાદ શિવાય એકેડમી ક્રીકેટ મેદાન ખાતેનીે ટ્રાયલમાં પૂર્વ આનંદકુમાર ભટ્ટ સિલેકટ થઈ અને ગુજરાત જેગુઆર્સ જુનિયરની વર્ષ ર૦ર૩ની ટીમમાં સ્થાન પ્રાપ્ત કરી અને નેશનલ લેવલની લીગ સ્પર્ધાની પસંદગી માટે રાજયસ્તરની મેચોમાં ઉત્કુક્ષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. પૂર્વ ભટ્ટ રાજયસ્તરની વાયએસસીએલ સ્પર્ધામાં કુલ્લ ત્રણ મેચોમાં ભાગ લઈ અને બેસ્ટ બોલર્સ તરીકેનો ખિતાબ અંકે કર્યો હતો. વિશ્વ પ્રતિષ્ઠીત ક્રીક હીરોની વેબસાઈટ પર ૧૬મી જાન્યુઆરીથી ર૬મી જાન્યુઆરી દરમ્યાન અમદાવાદ શિવાય ક્રીકેટ એકેડેમી મેદાન ખાતે યોજાયેલી રાજય કક્ષાની ગુજરાત જુનીયર્સ જગુઅર્સના આંકડાઓ ચકાસવામાં આવશે તો લીડ બોર્ડમાં બોલીંગ ક્ષેત્રમાં પૂર્વ ભટ્ટ ૩ ઈનિગ્સમા ૪ વિકેટ અને પાંચની ઈકોનોમીક સ્ટ્રાઈક સાથે ત્રીજા નંબર પર અંકિત થયેલ છે.સ્પીડી ક્રીકેટ એકેડમી-ભુજ ખાતે યોજાતી સ્પીડી પ્રીમીયર લીગ મેચમાં વરસાવરસ ભાગ લઈ, અને વિવિધ મેચોમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડીંગ પ્રદૃશન કરી અને સૌની વાહવાહી મેળવી છે.
તો વળી ક્રીકેટ ઉપરાંત પૂર્વ ભટ્ટ સંસ્કૃત શ્લોક પઠન-સંગીત ક્ષેત્રમાં પણ સારૂ હુન્નર ધરાવી રહ્યો છે. સંસ્કૃત શ્લેોક પઠનમાં સંસ્કૃત સુહાસીની સંસ્થા દ્વારા આયોજીત શ્લોક પઠન-ગાયન સ્પર્ધામાં ભાગ લઈ અને મહિર્ષાસુર મર્દીની સ્ત્રેોતમ- આઈગીરી નંદીનીના પઠન કરીને ૧૪ વર્ષની વયજુથમાં જિલ્લામાં બીજો નંબર હાંસલ કયો છે. તો વળી સાંસ્કૃત ભારતી દ્વારા ભુજ ટાઉનહોલ મધ્યે આયોજીત સંસ્કૃત દીવસની ઉજવણીના ભાગરૂપેના કાર્યક્રમમાં પણ મહીષાસુર મર્દીની સ્ત્રોતમનું ગાયન કરી અને વિશેષ પ્રશસ્તિપત્ર હાંસલ કરેલ છે. ઉપરાંત સંગીત ક્ષેત્રમાં ગુજરાત રાજય રમત ગમત અને શિક્ષણ તથા યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વરા આયોજીત કલા મહાકુંભના કાર્યક્રમમાં પણ વર્ષ ર૦ર૧-રરમાં કે કે એમ એસ ગલ્સ હાઈસ્કુલ-અંજાર મધ્યે પીયાનો વાદનમાં ભાગ લઈ કહો પુનમના ચાંદનેનો ભાતીગળ ગરબો રજુ કર્યો કરી શાળા-પરીવાર-નું ગોરવ વધારેલ છે.