ભુજ શહેરના જી.કે. જનરલ હોસ્પિટલના ગેટની સામે આવેલ ફુટપાથ પરથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એસ.ઓ.જી.. પશ્ચિમ કચ્છ-ભુજ

અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. (ગુ.સ) અમદાવાદનાઓના માર્ગદર્શન હેઠળ કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, ઇન્યાજ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ. ભુજનાઓએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતિ સાથે મંડોવાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જેથી એન.ડી.પી.એસની બદી સદંતર નાબુદ કરવા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલાનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોઇ, જે અન્વયે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા.

દરમ્યાન ગઇકાલ તા.૧૩/૧૧/૨૦૨૪ના રોજ એસ.ઓ.જી. ના એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ શહેરમાં આવેલ જી.કે.જનરલ હોસ્પિટલના ગેટની સામે આવેલ ફુટપાથ ઉપર આરોપી (૧) પારસગર ઉર્ફે પારમ રમેશગર ગુસાઇ, ઉવ ૨૪, રહે. રઘુવંશીનગર, ભાનુશાલીનગર પાછળ, ભુજ તથા (૨) વિજય રમેશ ટાંક, ઉવ. ૨૧, ૨હે. લોટસ કોલોની પાછળ, વાલ્મીકી નગર, ભુજ- કચ્છવાળાને ઝડપી પાડી તેમનાં કબ્જામાંથી ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો જેનું વજન ૯૯૬ ગ્રામ, કિ.રૂ. ૯.૯૬૦/- નો નાર્કોટીકસનો મુદામાલ ઝડપી પાડી

ઉપરોક્ત મજકુર ઇસમ વિરુધ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનર્મા એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ –

(૧) પારસગર ઉર્ફે પારસ રમેશગર ગુસાઇ, ઉવ.૨૪, રહે. રઘુવંશીનગર, ભાનુશાલી નગર પાછળ, ભુજવાળો નીચે મુજબનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૩૦૨૧૫/૨૦૨૩, NDPS Act કલમ ૮(સી), ૨૦(બી)

ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૩૧૧૪૨/૨૦૨૩, પ્રોહી. કલમ ૬૫(એ)(એ), ૯૮(૨), ૧૧૬(બી)

ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૪૦૧૦૫/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૨૯૪(બી), જી.પી.એકટ કલમ ૧૩૫

ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૪૦૩૬૨/૨૦૨૪, NDPS Act કલમ ૮(સી), ૨૦(બી)(ર)(બી)

  • ભુજ શહેર બી ડિવિઝન પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૦૫૦૪૩૨૪૦૫૮૮/૨૦૨૪, એમ.વી.એક્ટ કલમ ૧૮૫ તથા પ્રોહી કલમ ૬૬(૧)(બી)

પકડાયેલ મુદામાલની વિગત-

(૧) માદક પદાર્થ ગાંજો જેનું વજન ૯૯૬ ગ્રામ, કિ.રૂ. ૯.૯૬૦/-

(૨) મોબાઇલ નંગ ૦૧, કિ.રૂ. ૧,૦૦,૦૦0/-

(3) રોકડા રૂ.૬૮૦/-

(૪) રોયલ એનફિલ્ડ બુલેટ ૦૧, કિ.રૂ. ૧,૫૦,૦૦૦/-

કુલ કિં.રૂ. ૨,૬૦,૬૪૦/-

કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-

એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા, એ.એસ.આઇ. દિનેશભાઈ ગઢવી, નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, પો.હે.કો. ચેતનસિંહ જાડેજા, ગોપાલભાઈ ગઢવી, રજાકભાઇ સોતા, મહિપતસિંહ સોલંકીનાઓએ કરેલ છે.