બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારનાં પ્રોહીબીશનનાં આરોપીને પાસા તળે અટકાયત કરતી લોકલ કાઈમ બ્રાન્ચ, પુર્વ – કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ આચરતા ઇસમો પર રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર એસ.વી.ચૌધરી બાલાસર પો.સ્ટે દ્વારા પ્રોહી.આરોપી અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેક્ટરશ્રી કચ્છ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ ક૨તા પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ની ટીમ દ્વારા ઉપરોક્ત ઇસમને પકડી પાડી પાસા તળે અટકાયતમાં લઇ મધ્યસ્થ જેલ વડોદરા ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.

અટકાયતીનું નામ

અમીરાજસિંહ અજીતસિંહ જાડેજા ઉ.વ. ૨૩ રહે. રવ મોટી તા.રાપર

ઉપરોક્ત આરોપી વિરુધ્ધ નીચે મુજબના ગુના દાખલ થયેલ છે.

(૧) બાલાસર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૬૮/૨૦૨૪ પ્રોહી.૬.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)

(૨) રાપર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૦૬૧/૨૪ પ્રોહી.ડ. ૬૫એ,ઇ,૧૧૬બી,૮૧

(3) બાલાસર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૭૩/૨૩ પ્રોહી.ક. ૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨)

(૪) રાપર પો.સ્ટે. ગુ.૨.નં. ૦૦૫૫/૨૩ પ્રોહી.ડ.૬૫એ,ઇ,૧૧૬બી,૮૧,૮૩,૯૮(૨)

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા બાલાસર પો.સ્ટે ના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.વી.ચૌધરી તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.