આર્મ્સ એકટ હેઠળના બે ગુનાઓમાં સંડોવાયેલા બે ઈસમોને ઝડપી પાડતી SOG ભરૂચ
ભરૂચ એસઓજી પોલીસે જબુંસર માર્ગ પરથી આર્મ્સ એકટ હેઠળના બે ગુનાઓ શોધી તેની સાથે બે ઈસમો ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ રૂ.25 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં હથિયારનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય જે બાબતે આવા બનાવો ન બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબુદ કરવા માટે અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં સુચનાઓ અપાઈ હતી. જેના આધારે ભરૂચ એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂકને માહિતી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલા પટેલ પાર્ક, મકાન નંબર 29 માં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતુસ રાખેલ છે.
આ માહિતીના આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફજલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બારબોર રાઇફલના જીવતા કારતુસ નંગ-6 ની કુલ કિં.રૂ.600 ના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મન્સુર સલીમ પટેલ, રહે.પઠાણી ભાગોળ,જંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયો છે. જ્યારે સહ આરોપી મન્સુર સલીમ પટેલના ઘરે જઇ ઝડતી તપાસ કરતા મન્સુર સલીમ પટેલે તેના મકાનમાંથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ 12 બોરની બંદુક નંગ. 1 કિંમત રૂ. 25,000 ની સાથે કુલ રૂ 25,600ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયો હતો. બંને વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
રિપોર્ટર:- કેતન મહેતા, જંબુસર