ગાંધીધામના એક ગોદામમાં ઘૂસી 2.98 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

copy image

copy image

ગાંધીધામના એક ગોદામમાં ઘૂસી 2.98 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો ફરાર થઈ જતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રોનું કહેવું છે  ગાંધીધામ ખાતે આવેલ જી.આઇ.ડી.સી. સેક્ટર-12માં આવેલા ગોદામમાં નિશાચરોએ ખાતર પાડ્યું હતું. અહી ઘૂસી નિશાચરો નિકાસ કરવાના ચોખાની 94 બોરી કિંમત રૂા. 2,98,450ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ગાંધીધામના જી.આઇ.ડી.સી. સેક્ટર-12, પ્લોટ?7-એ, ગોદામ નં. ચારવાળું ગોદામ તેજમાલભાઇ એન્ડ કંપની પાસેથી ઉત્તરપ્રદેશની એચ.એમ. એગ્રી એક્સપોર્ટ પ્રા. લિમિટેડ નામની કંપનીએ ભાડેથી લીધું છે. ચોખાની વિદેશમાં નિકાસ કરવા માટે ચોખાનો જથ્થો અહીં સંગ્રહિત કરવામાં આવે છે. જાણવા મળી રહ્યું છે કે ગત સાંજે ફરિયાદી રામકુમાર કુરદિયા કશ્યપ અને અન્ય કર્મીઓ ગોદામને તાળાં મારી પોતાના ઘરે ગયા હતા.બાદમાં સવારના સમયે ગોદામમાંથી ચોરી થયાનું સામે આવ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવતા ગોદામમાથી કિંમત રૂા. 2,98,450ની 94 બોરી ગાયબ જણાઈ હતી. આ ગોદામના પાછળના ભાગેથી અંદર ઘૂસી ચોર ઈશમોએ 50 કિલોની એક એવી 94 બોરી કિંમત રૂા. 2,98,450ના ચોખાની તસ્કરી કરી હતી.આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવવામાં આવતા નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.