અંજાર પો.સ્ટે વિસ્તારમાંથી સોયાબીન તેલના જથ્થા સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા સારૂ જરૂરી સુચના આપેલ હોઈ જેથી એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. નાઓની આગેવાનીમાં એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે અશોક લેલન્ડ કંપનીનું ટેમ્પો રજી.નં. જીજે-૦૩-બીવાય-૫૮૮૨ વાળુ વીડી તરફથી પાવર હાઉસ બાજુ કાચા રસ્તે આવી રહેલ છે. જેથી એલ.સી.બી. ટીમ ઉપરોકત વાહનની વોચમાં હતી તે દરમ્યાન હડીકત વાળુ વાહન આવતા તેને ઉભુ રખાવી તેની તપાસ ક૨તા વાહનમાંથી સોયાબીન તેલનો જથ્થો મળી આવેલ. જે બાબતે હાજર મળી આવેલ વાહન ચાલકની પુછપરછ કરતા આ જથ્થાના ડોઈ આધાર પુરાવા ન હોવાનુ જણાઈ આવતા આરોપીને પકડી પાડી અંજાર પોલીસ સ્ટેશનમાં શ્રી સરકાર તરફે ફરીયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પો.સ્ટે ને સોંપવામાં આવેલ છે.
પકડાયેલઆરોપીનું નામ
(૧) ભીખુભાઈ સુમારભાઈ મહેશ્વરી ઉ.વ. ૨૩ રહે. જેપાર સોસાયટી,વોર્ડ નં. વએ,આદિપુર તા.ગાંધીધામ
હાજર ન મળી આવેલ આરોપીનું નામ
(૧) હરીશ ગોયલ રહે. સાધુવાસવાણી ડુંજ,આદિપુર
શોધાયેલ ગુનો-
અંજાર પો.સ્ટે.ગુ.ર.ન.૧૩૯૪/૨૦૨૪ ગુનો બી.એન.એસ. કલમ-૩૦૩(૨),૫૪ મુજબ
મુદામલ ની વિગત –
કાચુ સોયાબીન તેલ લીટર-૧૨૦૦ કિ.રૂ. ૯૦૦૦૦-
અશોક લેલન્ડ ટેમ્પો રજી.નં. જીજે-03-બીવાય-૫૮૮૨ કિ.રૂ. ૨,૫૦,૦૦૦/-
ડુલે કિ.રૂ. ૩,૪૦,000/-
આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.