અંજાર ખાતે આવેલ જરૂ ગામમાં વીજ વાયરની ચોરી કરતાં ત્રણ શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપયા

copy image

copy image

અંજાર ખાતે આવેલ જરૂ ગામમાં રૂા. 36,000ના વીજ વાયરની તસ્કરી કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ જરૂ ગામમાં આવેલ દાવલશા દરગાહ નજીક ખેતરમાં આ ચોરીનો બનાવ બન્યો હતો. ભદ્રેશ્વરથી ટપ્પર સુધી વિદ્યુત કંપનીની 220 કે.વી. લાઇન જાય છે જે વાવાઝોડાંમાં ક્ષતિગ્રસ્ત થતાં બંધ હાલતમાં છે.વધુમાં મળતી માહિતી મુજબ સુરક્ષાકર્મીઓ ગતરાત્રે પેટ્રોલિંગમાં હતા તે સમયે આ ખેતરમાં વાયરની ચોરી થયાનું બહાર આવ્યું આવતા તેઓએ પોલીસ મથકે આ મામલે જાણ કરી હતી. બાદમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી બનાવ સ્થળ પરથી ત્રણ ચોર ઈશમોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પડાયેલ શખ્સો પાસેથી કુલ 36,000ના 300 કિલો વાયર કબ્જે કર્યો હતો. પોલીસે આરોપી શખ્સોની અટક કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.