ભચાઉથી સામખિયાળી તરફ જતા હાઇવે ઉપર ઇટી કંપની સામે જઇ રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ગંભીર ઇજાઓને કારણે તેનું મૃત્યુ નિપજ્યું હોવાની ફરીયાદ સામખિયાળી પોલીસ સ્ટેશને લખાવાઇ છે. મુળ બિહારના હાલે અરિસ્સાના કટક ખાતે રહેતા 29 વર્ષીય અજિતકુમાર રામપ્રબેશસિંગ રાજપુતે લખાવેલી ફરિયાદને ટાંકી પીએસઓ ભારતીબેન પટેલે વિગતો અપાતાં જણાવ્યું હતું કે આ જીવલેણ અકસ્માતની ઘટનાના રાત્રિ થી પરોઢેના સમયગાળા દરમિયાન બની હતી જેમાં ફરિયાદીના મોટાભાઇ આલોકકુમાર રામપ્રબેશસિંગ રાજપુત ઇટી કંપની બહાર ભચાઉ જવા માટે નિકળ્યા તે દરમિયાન પુરપાટ જઇ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતાં હાઇવે ઉપર લગાડેલા લોખંડના ડિવાઇડર સાથે ભટકાતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહો઼ચવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ પોલીસે આઇપીસીની કલમ તથા એમવી એક્ટની કલમ અને હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં વધુ કાર્યવાહી પીએસઆઇ વાય.જે.ઝાલા ચલાવી રહ્યા છે.