પાલેજ : તીન પત્તીનો જુગાર રમતા 11 શખ્સોને પકડી પાડતી ભરૂચ એલસીબી પોલીસ

ભરૂચના પાલેજ નગરના એસ કે ૨ સોસાયટી સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૧૧ શખ્સોને ભરૂચ એલ સી બી પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસ સુત્રીય વિગતો મુજબ ભરૂચ એલ સી બી ની ટીમ પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ભરૂચ એલ સી બી પોલીસે એસ કે ૨ સોસાયટીમાં દરોડો પાડતા જુગાર રમતા અગિયાર શખ્સોને પકડી પાડી તેઓની પાસેથી અંગજડતીમાં રોકડા રૂપિયા ૨૧,૦૦૦ દાવ પરના રૂપિયા ૭,૫૫૦ તથા મોબાઇલ નંગ ૯ કિંમત રૂપિયા ૩૨,૦૦૦ મળી કુલ રૂપિયા ૬૦,૫૫૦ના મુદ્દામાલ સાથે બધા વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ પાલેજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *