Crime કુકમામાં ધોળા દહાડે 60 હજારની તસ્કરી 6 years ago Kutch Care News કુકમાં ગામે આવેલી સોનલકૃપા રેસીડન્સીમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટ્કયા હતા અને કુલ 60,050ની તસ્કરી જતાં ચકચાર મચી જવા પામી છે. સોનલકૃપા રેસીડન્સીમાં રહેતા સુજીતકુમાર રામેશ્વર સીંગ (ઉ.વ.26)ની ફરિયાદને ટાંકીને પધ્ધર પોલીસ સ્ટેશનના પીએસઓ ઇન્દ્રસિંહએ જણાવ્યું હતું કે, તસ્કરીનો બનાવ સવારના અરસા થી સાંજના અરસા દરમિયાન બન્યો હતો. ફરિયાદીના સોનલકૃપા રેસીડન્સીમાં આવેલા મકાનના મુખ્ય દરવાજાનું અજાણ્યા ઇસમોએ તાળું તોડીને અંદર આવેલા રૂમોનું લોક તોડી અંદર રાખેલા ફરિયાદી તેમજ સાહેદોના થેલાઓની તસ્કરી કરી હતી. આ થેલામાં અલગ અલગ કંપનીના સાત મોબાઇલો કિંમત રૂપિયા 26,550 અને રોકડ રૂપિયા 1,500 તેમજ અલગ અલગ બેન્કોના ત્રણ એટીએમની તસ્કરી કરી ગયા હતા બાદ તસ્કરોએ એટીએમ દ્રારા 22 હજાર ઉપાડી લીધા હતા અને પેટીએમ મારફતે 10 હજાર પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને કુલ 60,050 જેટલી રકમની તસ્કરી કરી હતી. પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ તજવીજ હાથ ધરી છે. Continue Reading Previous કંડારી ગામ પાસે આઇશર ટેમ્પો ટ્રેક્ટર પાછળ ઘુસી જતા એકનું કરૂણ મૃત્યુNext ભચાઉ હાઇવે પર અજાણ્યા વાહન અડફેટે એક શખ્સનું મૃત્યુ More Stories Breaking News Crime Kutch ભારતનગરમાં સોનલનગરના બંધ મકાનમાંથી દાગીના તેમજ રોકડ સહિત કુલ 2 લાખની તસ્કરી થતાં ચકચાર 6 mins ago Kutch Care News Breaking News Crime Kutch સગીરાની છેડતી કરનાર યુવાનના પિતાએ દીકરાને સમજાવવાના બદલે ફરિયાદી પરીવાર સાથે જ કર્યો ઝગડો : પિતા-પુત્રને કરાયા જેલના હવાલે 25 mins ago Kutch Care News Breaking News Crime Kutch ટક્કર માર્યા બાદ કારચાલક પર હુમલો 4 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.