ભુજ ખાતે આવેલ નાના બંદરા ગામમાં વીજશોક લાગતાં 53 વર્ષીય આધેડનું મોત

copy image

copy image

ભુજ ખાતે આવેલ નાના બંદરા ગામમાં વીજશોક લાગતાં દેવુભા પ્રેમસંગજી જાડેજા નામના આધેડનું મોત નીપજયું હતું.આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ ખાતે આવેલ નાના બંદરા ગામમાં આવેલી ચારણાઈ નામની વાડીમાંની ઓરડીમાં રહેલા દેવુભા લાઈટ ચાલુ કરવા જતાં તેમને વીજશોક લાગ્યો હતો, જે તેમના માટે જીવલેણ સાબિત થયો હતો. આ બનાવમાં તેમનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પદ્ધર પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.