મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય : રાજ્યના 61 માર્ગોની પહોળાઈ વધારવા રૂ. 2995 કરોડ મંજૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય માટે લેવામાં આવેલ છે મોટો નિર્ણય. સૂત્રો જણાવી રહ્યા છે કે, રાજ્યમાં રોડ-રસ્તાઓની કનેક્ટિવિટીને લઈ વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે. રાજ્યમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ-સલામત અને ઝડપી વહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા રૂ. 2995 કરોડ મંજૂર કરવામાં આવેલ છે. જે અંતર્ગત, 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઇને ફોર લેન કરવા રૂ. 1646.44 કરોડ, તો 15 માર્ગોની 221.45 કિલોમીટર લંબાઇને 10 મીટર પહોળા કરવા રૂ. 580.16 કરોડ ફાળવ્યા છે. 25 રસ્તાઓની 388.89 કિલોમીટર લંબાઇને 7 મીટર પહોળા કરવા રૂ. 768.72 કરોડ ફાળવવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં કુલ 61 રસ્તાઓની 813.75 કિલોમીટર લંબાઇને 7 મીટર, 10 મીટર અને ફોરલેન પહોળા કરવાના કામો માટે સમગ્રતયા રૂ. 2995.32 કરોડ ફાળવવામાં આવશે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે. મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને કારણે વાહન વ્યવહારમાં સરળતા સાથે પ્રજાજનોની સલામતી અને સુખાકારીની દિશામાં વેગ આવશે અને રાજ્યની વિકાસયાત્રાને પણ વધુ ગતિ મળશે.