લાખોનો સોપારીનો જથ્થો સગેવગે કરવાના કિસ્સામાં આરોપી શખ્સોના જામીન નામજૂર

copy image

copy image

લાખોનો સોપારીનો જથ્થો સગેવગે કરવાના કિસ્સામાં આરોપી શખ્સોના જામીન નામજૂર થયાં હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ 13 વેપારી પેઢીના માલિકોએ મંગાવેલો સોપારીનો જથ્થો 461 બોરી કિં. રૂા. 1,59,58,505 નિયત સ્થળે ન પહોંચાડી સગેવગે કરી નાખ્યાના દોઢેક વર્ષ જૂના આ કેસના આરોપીના જામીન નામંજૂર થયા છે.વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ દોઢ વર્ષ પૂર્વે મે 2023માં 1.60 કરોડની સોપારી સગેવગે કર્યાની ફરિયાદ નોંધાયા બાદ આ ગુના કામેના આરોપી શખ્સની પોલીસે અટક કરી હતી. બાદમાં આ આરોપી શખ્સે જામીન અરજી કરતાં કોર્ટે તેની અરજી નકારી હતી.